Font Size
અયૂબ 25
Gujarati: પવિત્ર બાઈબલ
અયૂબ 25
Gujarati: પવિત્ર બાઈબલ
બિલ્દાદ શૂહીનો ઉત્તર
25 પછી બિલ્દાદ શૂહીએ ફરીથી ઉત્તર આપ્યો અને કહ્યું,
2 “દેવ કર્તા-હર્તા છે.
તે લોકોને તેનાથી ડરે એવા.
અને તેને માન આપે તેવા બનાવે છે, તે ઉપર તેના રાજ્યમાં શાંતિ જાળવે છે.
3 તેની સેનાની સંખ્યા કોણ ગણી શકે તેમ છે?
તેના તારાઓ કોઇ ગણી શકે તેમ નથી.[a]
દેવનો સૂર્ય દરેક પર સરખો, પ્રકાશ આપે છે.
4 દેવની સમક્ષ ઊભો રહી શકે તેવો શુદ્ધ
અને ન્યાયી માણસ કોણ છે?
5 દેવની નજરમાં ચંદ્ર અને તારાઓ પણ નિર્મળ નથી.
અને પ્રકાશિત નથી.
6 મનુષ્ય એવો પવિત્ર નથી.
મનુષ્ય જંતુ જેવા છે, મૂલ્યહીન જીવડાં જેવા છે.”
Footnotes
- 25:3 તેના … તેમ નથી દેવની સ્વર્ગની સેના તેનો અર્થ કદાચ બધા દેવદૂતો અથવા તો આકાશના સઘળા તારાઓ એમ થાય.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International